ડો. કલામે ભણતરને આગળ વધારવા છાપા વેચવાનું કામ કરીને પૈસા ભેગા કર્યા હતા અનોખી કાર્યપદ્ધતિને કારણે ડો. કલામે 'જનસામાન્યનાં રાષ્ટ્રપતિ' તરીકે લોકચાહના મેળવી મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ છે. તેમનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમ ખાતે ધનુષકોડી ગામમાં મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમજ મૃત્યુ 27 જુલાઇ, 2015ના રોજ 83 વર્ષની વયે હ્રદય રોગના હુમલાને કારણે મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે થયું હતું. આજે તેમની પુણ્યતિથિ છે. ડો. કલામે તેમના નાનપણના દિવસોમાં પૈસાની તંગીનો ખૂબ સામનો કરવો પડયો હતો. કારણ કે એકસાથે એક જ ઘરમાં ત્રણ પરિવાર સાથે રહેતા હતા અને અબ્દુલ કલામના પિતા માછીમારોને હોડી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડો. કલામના પિતા જો કે બહુ ભણેલા નહોતા, પરંતુ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. ડો. અબ્દુલ કલામે પોતાના ભણતરને આગળ વધારવા અને ચાલુ રાખવા છાપા વેચવાનું કામ કરીને પૈસા ભેગા કર્યા હતા. ડો. કલામે જ્યારે ભૌતિક વિજ્ઞાાનનો અભ્યાસ કર્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની મંજિલ હજી ઘણી દૂર છે. પોતાની મંજિલ મેળવવા માટે ડો. કલામે એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ખાતેથી કર્યો અને ત્યારથી ભારતનો એક નવો સૂર્યોદય થયો. પોતાના કાર્યકાળના પ્રારંભિક દિવસોમાં ડો. અબ્દુલ કલામે હાવરક્રાફ્ટ યોજના ઉપર કામ કરવા માટે ભારતીય રક્ષા અનુસંધાન તથા વિકાસ અનુસંધાનમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ 1962માં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનમાં જોડાયા અને ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાંય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડો. કલામે ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એસએલવી 3માં પોતાની મુખ્ય ભૂમિકા ભજવી, જેમાં 1980માં રોહિણી ઉપગ્રહ અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો. તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ખાતે કામ કર્યુ હતું. મિસાઈલ મેન ઓફ ઈન્ડિયાનું બિરૂદ પામેલા ડો. કલામે ભારતના રાષ્ટ્રપતિ પદે વર્ષ 2002થી 2007 સુધી ફરજ નિભાવી હતી. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને 'જનસામાન્યનાં રાષ્ટ્રપતિ' તરીકે લોકચાહના મેળવી. ડો. અબ્દુલ કલામે પોતાના જીવન ઉપરથી 'વિંગ્સ ઓફ ફાયર' કરીને એક પુસ્તક લખ્યું છે, જે આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે અને આવનારા દરેક વર્ષો સુધી રહેશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..