મોરબીના વિવિધ ક્ષેત્રના ડેવલપમેન્ટને કેન્દ્ર બિંદુમાં રાખી સતત ચાર દિવસ સુધી ચાલશે વિચારમંથન સમગ્ર કોન્કલેવ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલમાં લાઈવ થશે મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત અને દૈનિક પાંચ લાખથી વધુ વાચકો અને દર્શકો ધરાવતા ડિજિટલ ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ દ્વારા વિઝન મોરબી 2025 અંતર્ગત મોરબી અપડેટ કોન્કલેવ 2021નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેનું આગામી તા. 31 જુલાઈના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી ઇનોગ્રેસશન કરાશે. સતત ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ વર્ચ્યુઅલી જોડાશે. મોરબી જિલ્લો સીરામીક, ઘડિયાળ, નળિયાં, ઇલેક્ટ્રોનિક સહિતના ઉદ્યોગોના કારણે દિન - પ્રતિદિન વિકસી રહ્યો છે, વિસ્તરી રહ્યો છે અને ગ્લોબલ બની રહ્યો છે. ત્યારે મોરબીના દરેક ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ, પડકારો અને વિકાસ બાબતે વિચારમંથન, મનોમંથન, ચિંતન કરવું જરૂરી છે. ત્યારે શાંતિકુંજ મીડિયા પ્રા.લી. સંચાલિત મોરબી જિલ્લાના સૌથી વિશાળ ડીઝીટલ ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ દ્વારા 'મોરબી અપડેટ કોન્કલેવ 2021'નું તા. 31 જુલાઈથી 3 ઓગષ્ટ દરરોજ સાંજે 6.30થી 9.00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અંતર્ગત મોરબીના દરેક ક્ષેત્રના અગ્રણીઓ, બૌદ્ધિકો, ચિંતકો, સરકારના પ્રતિનિધિઓ, તજજ્ઞોને એક મંચ પર લાવી દરેક ક્ષેત્રના વિકાસ, સંભાવના અને પડકારો અંગે વિચારમંથનના પ્રથમ પ્રયાસના ભાગરૂપે અને મોરબીને વધુ સારું બનાવવના હેતુ સાથે આ કોન્ક્લેવ યોજાશે. મોરબીના આંગણે પ્રથમ વખત કહી શકાય તેવા આ કોન્કલેવનું આગામી તા. 31 જુલાઈના રોજ મુખ્યમંત્રી વર્ચ્યુઅલી ઇનોગ્રેશન કરી પ્રથમ ઓપનિંગ સેશનમાં જોડાશે અને પોતાના મંતવ્યો રજુ કરશે. નોંધનીય છે કે સતત ચાર દિવસ ચાલનાર થીંક મોરબી કોન્કલેવ 2021 કાર્યક્રમનું મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરાશે અને આ કોન્કલેવમાં જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રી મહોદયો તેમજ રાજ્ય સરકારના સનદી અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાનાર છે. મોરબીના સામુહિક હિત અને વિકાસને કેન્દ્રમાં રાખી પ્રથમ વખત યોજાઈ રહેલા મોરબી અપડેટ કોન્કલેવ 2021ના આયોજનમાં મોરબીની અગ્રણી કંપની ઓરેવા અને વરમોરા ગ્રુપ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમજ વેન્યુ પાર્ટનર તરીકે સ્કાય મોલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..