ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાના સમાધાન અંગેના આપના અસરકારક પ્રોજેક્ટને મોરબી અપડેટ કોન્કલેવમાં રજૂ કરવામાં આવશે આપના પ્રોજેકટની વિગત, પ્રોજેકટ બનાવનાર વ્યક્તિ, સંસ્થા, ગ્રુપના સંપર્ક નંબર સહિતની વિગતો તારીખ 30 જુલાઈ સુધીમાં morbiupdate@gmail.com પર મોકલવાની રહેશે મોરબી : મોરબીમાં આગામી તા. 31 જુલાઈથી 'મોરબી અપડેટ' આયોજિત કોન્કલેવ-2021નો આરંભ થઇ રહ્યો છે. જેમાં મોરબીના વિવિધ ક્ષેત્રના ડેવલપમેન્ટ, પડકારોના સમાધાન અંગે અગ્રણીઓ, નિષ્ણતો અને પદાધિકારીઓ વિચારમંથન કરશે. જેમાં મોરબીની રોજિંદી સમસ્યા એવા ટ્રાફિક અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીના જાગૃત વ્યક્તિ, સંસ્થા, શાળા-કોલેજ, ગ્રુપને ટ્રાફિક અને સ્વચ્છતાના પ્રશ્નના સમાધાન માટે પ્રેક્ટિકલી અમલમાં મૂકી શકાય તેવા પ્રોજેક્ટ, પ્લાન તૈયાર કરવા માટે આહવાન કરવામાં આવે છે. આવા પ્રોજેક્ટો તારીખ 30 જુલાઈ સુધીમાં મોરબી અપડેટને મોકલી આપવાના રહેશે. યોગ્ય અને અસરકારક પ્રોજેકટને મોરબી અપડેટના 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ચાલનારા કોન્કલેવમાં રજૂ કરવામાં આવશે. મોરબીમાં શાંતિકુંજ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સંચાલિત 'મોરબી અપડેટ' મીડિયા હાઉસ દ્વારા વિઝન મોરબી 2025 અંતર્ગત 'થીંક મોરબી કોન્કલેવ-2021'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના દરેક ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ, પડકારો અને વિકાસ બાબતે જે-તે ક્ષેત્રના તજજ્ઞો, અગ્રણીઓ, અધિકારીઓ, ચિંતકો દ્વારા મનોમંથન કરવામાં આવશે. જે અંતર્ગત સીરામીક, ઉદ્યોગો, રોડ-રસ્તા સહિતના વિષયોની સાથે ટ્રાફિક અને સ્વચ્છતાના વિષય પણ આવરી લેવાયા છે. મોરબીના મોટાભાગના રોડ પર ટ્રાફિક જામ અને સ્વચ્છતાની સમસ્યા રોજબરોજની બની ગઈ છે. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી ભોગવે છે. તેમજ પ્રદુષણમાં પણ વધારો થાય છે. આથી, ટ્રાફિક અને સ્વચ્છતા સમસ્યાના સમાધાન હેતુ કોન્કલેવમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારે મોરબીની કોઈપણ સંસ્થા, શાળા-કોલેજ, કંપની કે ગ્રુપ, જાગૃત વ્યક્તિ દ્વારા ટ્રાફિક અને સ્વચ્છતાના પ્રશ્નના ઉકેલ અને સમાધાન અંગે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તો તે પ્રોજેક્ટ અંગેની વિગતો, નક્કર આયોજન સહીતની બાબતો મોકલી મોરબીના સૌપ્રથમ એવા મોરબી અપડેટ આયોજિત કોન્કલેવ-2021નો હિસ્સો બનવાની તક પ્રાપ્ત કરી શકે છે. આપનો પ્રોજેક્ટ યોગ્ય લાગે તો કોન્કલેવમાં રજૂ કરવામાં આવશે. આપના પ્રોજેકટની વિગત, પ્રોજેકટ બનાવનાર વ્યક્તિ, સંસ્થા, ગ્રુપના સંપર્ક નંબર સહિતની વિગતો તારીખ 30 જુલાઈ સુધીમાં morbiupdate@gmail.com પર મોકલવાની રહેશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..