ગ્રામજનો માટે જોખમ બનીને ઉભેલો થાંભલો બદલવાની માંગ કચરાપેટીમાં નાખી દેતું પી.જી.વી.સી.એલ. મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે એક વીજ થાંભલો વચ્ચેથી ભાંગી ગયો છે અને લોકો માટે જીવનું જોખમ થઈને ઉભો હોય આ થાંભલો દૂર કરી નવો નાખવા વારંવારની રજુઆત છતાં વીજ તંત્ર દ્વારા પગલાં ન ભરાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. સામાન્ય રીતે ચોમાસા પૂર્વે વીજ તંત્ર દ્વારા જોખમી વીજ થાંભલા અને વાયરોની ચકાસણી કરી પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ મોરબી પી.જી.વી.સી.એલ. આવી કામગીરી કરવામાં માનતું ન હોય કે પછી કાગળ ઉપર કામગીરી નિપટાવી લેતું હોય તેવી ચોંકાવનારી હકીકત ઉંચી માંડલ ગામે બહાર આવી છે. ઉંચી માંડલ ગામે એક વીજ થાંભલો વચ્ચેથી તુટી ગયો હોવાથી ગ્રામજનો દ્વારા આ જોખમી વીજ થાંભલો બદલવા પી.જી.વી.સી.એલ. સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં વીજ તંત્ર દ્વારા આ થાંબલો બદલવામાં ન આવતા હાલમાં આ થાંભલો જોખમ બનીને ઉભો છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોવાનું જણાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..