કોરોના મહામારીને કારણે શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી જાનહાની ટળી શાળા ચાલુ હોત તો અનેક બાળકોના તોલા રંગાઈ જાત ટંકારા : મોરબી જિલ્લાના ગામડાઓમાં અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે અને બાળકો માટે આવા બિલ્ડીંગો જોખમી બન્યા છે ત્યારે આજે ટંકારા તાલુકાના હમીરપર ગામની પ્રાથમિક શાળાની છતના પોપડા ધડાકાભેર તૂટતાં મોટો અકસ્માત થતા સહેજમાં અટક્યો હતો. જો કે, હાલમાં કોરોના મહામારીને કારણે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હોય મોટી દુર્ઘટના અટકી છે. જો શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોત તો બાળકોની શું હાલત થાય તે કલ્પના કરતા જ કંપારી છૂટી જાય તેમ છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે આવેલી સરકારી શાળાની હાલત ત્રણેક વર્ષથી જર્જરિત બની જતા બાળકો માટે આ શાળા અત્યંત જોખમી બની ગઈ છે. શાળાના આચાર્ય નિલેભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2019 મા ડેમેજ અંગે લેખિત રીપોર્ટ મોકલ્યો છે. ત્યારબાદ ચાલુ વર્ષે ગત મે મહિનામાં પણ રીવાઈઝ લેટર મોકલી શાળાના બિલ્ડિંગની મરામત માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ છતાં સંબંધિત વિભાગે ગંભીરતા ન દાખવતા આજે મામૂલી વરસાદમાં જ શાળાના બિલ્ડિંગે જવાબ આપી દેતા છતના પોપડા પડી ગયા હતા. આ ગંભીર બાબત અંગે તાલુકા પંચાયતના મહિલા ઇજનેર ધારાબેન સાથે વાત કરતાં જણાવ્યું કે શાળાનું પંચરોજકામ કરી રીનોવેશન માટે એસ્ટીમેન્ટ પ્રકિયા હેઠળ છે. ત્યારે ગંભીર બાબત એ છે કે બે કે ત્રણ વર્ષથી જર્જરિત શાળા બિલ્ડીંગ અંગે કોઈ કામગીરી કરી નથી. જો કે, હાલમાં કોરોના મહામારીને કારણે બાળકો અભ્યાસ અર્થે શાળાએ આવતા ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. આજની આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા તાત્કાલિક શાળાનું રીનોવેશન કરવા માંગ ઉઠાવવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..