મોરબી : એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી દ્વારા મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. મોરબીના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી તથા ભોગ બનનાર મોરબી જિલ્લાના લખધીરપુર રોડ ઉપર કોઇ સીરામીક કારખાનામાં મજુરી કામ કરતા હોવાની કોતવાલી પોલીસ મથક તરફથી જાણ કરવામાં આવી હતી. આથી, ટેકનીકલ સેલ / એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ એ આરોપી અંગે તપાસ કરતા આરોપી વિરેન્દ્ર મહેશભાઇ રતનશસીંગ માવી (ઉ.વ. 19, રહે. હાલ પાડલીયા, તા.જી.ધાર (એમ.પી.), મુળ ગામ માધવપુર, તા.જી.ઉજૈન (એમ.પી.)) તથા ભોગ બનનાર બન્ને મોરબી લખધીરપુર રોડ કેવલ સીરામીક કારખાનાની ઓરડીમાં મળી આવ્યા હતા. પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરેલ છે. આમ, મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાંથી સગીર વયની બાળાના થયેલ અપહરણના ગુનાના આરોપીને પકડી પાડવામાં તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..