મોરબી : મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુધ્ધના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેશનની સામે સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે આજે કારગિલ વિજય દિવસે નિમિત્તે શહીદ વીર જવાનોને ભૂતપૂર્વ આર્મીમેન જવાન સુરેન્દ્રભાઈ બારેજીયા તથા ડો. જયંતીભાઈ ભાડેસિયાના હસ્તે શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે મહેશભાઈ બોપલિયા, ભૂતપૂર્વ આર્મીમેન ભુદરભાઈ, ભૂતપૂર્વ આર્મીમેન દિનેશભાઈ બારૈયા તેમજ મેહુલભાઈ ગાંભવા (સહસંયોજક), નરેન્દ્રભાઇ પોપટ, જ્યોતિષી જાડેજા, હિરેનભાઈ વીડજા તથા રાજેશભાઈ (સીમા જાગરણ મંચ સંયોજક) ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..