મોરબી : કોરોનાનો કહેર હાલ થંભ્યો છે. પણ અગાઉની જેમ જેલમાં કોરોના વિસ્ફોટ ન થાય તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે. આજે તકેદારીના ભાગરૂપે સબ જેલના 228 કેદીઓ તથા કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડો.ટવીંકલ પટેલ તથા વીસીપરા અર્બન હેલ્થ સેન્ટરના ડો.બિજલ કોટેચા તથા તેઓની ટીમ દ્વારા આજરોજમોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર, જનરલ સુબેદાર એ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ જેલના કર્મચારીઓ તથા 228 કેદીઓના સાવચેતીના ભાગરૂપે RT-PCR ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..