ટ્રક દીવાલ સાથે ભટકાતા શ્રમિક પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાં દીવાલ પડતા માતા-પુત્રના મોત નિપજ્યા હતા. તેમજ પિતા-પુત્ર ઘાયલ થયા છે. ટ્રક દીવાલ સાથે ભટકાતા શ્રમિક પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રફાળેશ્વર ગામ નજીક જીયોટેક સીરામીક યુનિટમાં ગઈકાલે ટ્રક નં. GJ-3-AX-7401ના ચાલકે ટ્રક રીવર્સમાં લેતી વખતે લેબર ક્વાર્ટરની દીવાલ સાથે ભટકાતા દીવાલ પડી ગઈ હતી. દીવાલ નીચે આવી જતા પવનકુમાર રામજીકુમાર (ઉ.વ. 9) અને કેશરીદેવી રામજીકુમારના મૃત્યુ થયા હતા. તેમજ સોનુંકુમાર રામજીકુમાર અને પિતા રામજીકુમારને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ દ્વારા મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ કારખાનાના ભાગીદાર ગણેશભાઈએ મોરબી તાલુકા મથકે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..