વરસાદી વાતાવરણને પગલે વિજપોલ શોર્ટ સર્કિટ થતા કરુણ ઘટના સર્જાઈ શોટ સર્કિટને કારણે એક શ્વાનનું પણ મોત મોરબી : વરસાદી વાતાવરણમાં વિજપોલમાં શોર્ટ સર્કિટ થતું હોવાથી વિજશોક લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આજે મોરબીમાં વરસાદી વાતાવરણ દરમિયાન વીજપોલને બાઈક અડકી જતા બાઈક સવાર આશાસ્પદ યુવાન અને એક શ્વાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા મયુરસિંહ જીતુભા ગોહેલ (ઉ.વ.20) નામનો યુવાન આજે પોતાના બાઈક લઈને મોરબીના નવા ડેલા રોડ ઉપર રાવલ શેરી પાસેથી કોઈ કામ સબબ પસાર થઈ રહ્યો હતો. જો કે આજે વરસાદ ચાલુ હોય અહિયાં આવેલ વિજપોલમાં શોર્ટ સર્કિટ થયેલ હોવાથી આ યુવાનનું બાઈક વિજપોલ સાથે અડકી જતા યુવાનને વીજ શોક લાગ્યો હતો. આથી, યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આ વિજપોલમાંથી શોક લાગતા એક શ્વાનનું પણ મોત નીપજ્યું હતું. વિજપોલમાં શોક લાગવાથી યુવાનનો ભોગ લેવાતા તેના પરિવાર અરેરાટી મચી ગઇ હતી અને આ બનાવથી રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ આ મામલે એ-ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..