મોરબી : મોરબીના પાનેલી અને ગિડચ ગામ વચ્ચે આવેલા વોકળામાં આજે બે કાંઠે પાણી જઈ રહ્યું હતું. આ દરમિયાન બે યુવાનો વોકળામાં તણાયા હતા. જો કે ગ્રામજનોએ આ બન્ને યુવાનોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. મોરબી તાલુકાના પાનેલી અને ગિડચ ગામે દર ચોમાસે વોકળામાં બે કાંઠે પાણી વહેતુ હતું. આજે પણ ઉપરવાસમા વધુ વરસાદ પડતા આ વોકળામાં પાણી બે કાંઠે જઈ રહ્યું હતું અને પાણીનો પ્રવાહ ધસમસતો જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામના બે યુવાનોએ વોકળો પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બન્ને યુવાન ડૂબવા લાગ્યા હતા. જો કે સદનસીબે આ વેળા એ ગ્રામજનો વોકળો બે કાઠે જઈ રહ્યો હોય તે જોવા આવ્યા હતા. ગ્રામજનોએ આ બન્ને યુવાનોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..