ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા ડી.આર.એમ.ને રજુઆત કરાઈ માળીયા : માળિયા મિયાણા રેલ્વે સ્ટેશન ખાતે કોરોનાકાળ બાદ તમામ પેસેન્જર ટ્રેનોનો સ્ટોપેજ બંધ કરી દેવામાં આવતા આજે ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા ડીઆરએમને લેખિત રજુઆત કરી હઝરત એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ, કામખ્યા એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સ્ટોપેજ પુનઃ આપવા માંગ કરવામાં આવી હતી. ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે કોરોના મહામારી બાદ માળીયા રેલવે સ્ટેશને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપ કાઢી નાખવામાં આવતા લોકોને ટ્રેનમાં જવા હળવદ અથવા સામખીયારી જવું પડે છે જે ખૂબ જ દૂર પડે છે. આ સંજોગોમાં માળિયા મિયાણા અને આજુ બાજુના તમામ 52 ગામોથી અજમેર શરીફ જવા માટે પેસેન્જરો બહોળી સંખ્યા રેલ ટીકીટ બૂક કરાવે છે, જેથી માળિયા મિયાણા જંકશન ખાતે આલા હઝરત એપ્રેસ (04312-04311) ટ્રેનને માળિયા મીયાણા જંકશને ફરી સ્ટોપ આપવામાં આવે તો મુસાફરોની સંખ્યામાં એનાથી પણ વધારો થઇ શકે છે, જેથી રેલ્વે ની આવકમાં પણ વધારો થશે. એ જ રીતે સયાજી નગરી એમ્પ્રેસ (09116- 09115)- કચ્છ એમ્પ્રેસ (09456–09455) જે ડેઈલી ચાલતી ટ્રેન હોય અને મોરબી જીલ્લો ઉદ્યોગ નગરી હોવાના કારણે બહુજ મોટી સંખ્યા માં ઉદ્યોગપતીઓ, વેપારીઓ લેબર-વર્ગ તેમજ અન્ય મુસાફરો આ બન્ને ટ્રેનો માં ગુજરાત થી લઈને મહારાષ્ટ્ર સુધી મુસાફરી કરે છે તેવામાં માળિયા મીયાણા જંકશન મુસાફરો માટે નજીકનું રેલ્વે સ્ટેશન હોય બન્ને ટ્રેનનો સ્ટોપ પુનઃ શરૂ કરવા માંગ ઉઠાવી છે. આ ઉપરાંત ગાંધીધામ કામખ્યા એમ્પ્રેસ (05667-05668) અઠવાડિયામાં એક દિવસ ચાલતી ટ્રેન છે જેનો રૂટ માળિયા મીયાણા જંકશનથી વાયા મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર થઈને કામખ્યા સુધી જતી ટ્રેન હોય જેના કારણે સ્થાનિક મુસાફરો વેપારીયો અને લેબર-વર્ગ પણ બહુજ બહોળી સંખ્યામાં માળિયા મીયાણા જંકશનેથી મુસાફરી કરવા ઇચ્છતા હોય તેથી ગાંધીધામ કામખ્યા એમ્પ્રેસ (05667-05668) ટ્રેનને પણ માળિયા મીયાણા જંકશન ખાતે સ્ટોપ આપવા માંગણી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..