મોરબી : એક જ દીવસે જન્મેલા દંપતિનુ નિધન એક જ દીવસે થયા બાદ મોરબીના લજાઈ ગામના વામજા પરિવાર દ્વારા માતાપિતાની પુણ્ય તીથી નિમિતે સદાવ્રતમાં મહાપ્રસાદમાં સહભાગી બની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોર તેમજ સાંજે સદાવ્રત ચલાવવામા આવે છે ત્યારે ટંકારાના લજાઈ ગામના વતની અને ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ પાટીદાર અગ્રણી ગૌતમભાઈ વામજા, પરેશભાઈ વામજા તથા ઘનશ્યામભાઈ વામજા દ્વારા તેમના માતા-પિતાની માસિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પિતા વલમજીભાઈ વામજા તથા માતા દયાબેન વામજાનો જન્મ એક જ દીવસે થયો હતો તેમજ તેમનુ નિધન પણ એક જ દીવસે થયુ હતુ ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ, ચંદુભાઈ ગામી, નંદલાલ રાઠોડ સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..