મોરબીમાં 8 મીમી, વાંકાનેરમાં 10 મીમી, માળીયા અને હળવદ કોરાધાકોર મોરબી : મોરબી જિલ્લાના ચેરાપુંજી એવા ટંકારા તાલુકામાં ગઈકાલથી મેઘરાજા હેત વરસાવી રહ્યા હોય છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સવારે 6થી10 દરમિયાન વધુ એક વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા જણાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી છૂટો છવાયો વરસાદ વરસવો શરૂ થયો છે. જેમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ટંકારામાં 56 મીમી, વાંકાનેરમાં 27 મીમી, મોરબીમાં 2 મીમી, માળિયામાં 1 મીમી અને હળવદમાં 0 મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન ગતરાત્રિથી ટંકારા તાલુકામાં સતત મેઘમહેર જારી રહેતા આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ટંકારમાં વધુ 25 મીમી, વાંકાનેરમાં 10 મીમી અને મોરબીમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને માળીયામાં વરસાદ વરસ્યો ન હોવાનું ફ્લડ કન્ટ્રોલ રૂમના સતાવર આંકડા જણાવી રહયા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..