મોરબી : વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા અને મોરબી શહેરની ટીમ દ્વારા આજ રોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી અલગ અલગ મંદિરો 11 મંદિરોમાં સંતો- મહંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં નરસંગ ટેકરી મંદિર-રવાપર રોડ, સંસ્કાર ધામ સ્વામીનારાયણ મંદિર -શનાળા રોડ, ઉમિયા આશ્રમ(વિહીપ જિલ્લા સંત સંયોજક મહંત નિરંજનદાસજી મહારાજ) શનાળા રોડ,શક્ત શનાળા મંદિર-શનાળા, કબીર આશ્રમ -વાવડી, રોકડિયા હનુમાનજી મંદિર-નવલખી રોડ, રામધન આશ્રમ -મહેંદ્રનગર, બી.એ.પી.એસ. મંદિર સામાકાંઠે,તપોવન ભારતી આશ્રમ -ટોડ-ટંકારાનો સમાવેશ થાય છે. આ વેળાએ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી રમેશભાઈ પંડયા, વિહીપના માર્ગદશક હસમુખભાઈ ગઢવી, મોરબી જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઇ સવસાણી , મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ પરેશભાઈ તન્ના તથા પકંજભાઈ બોપલીયા ,મોરબી જિલ્લા મંત્રી કમલભાઇ દવે,મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, મોરબી શહેર ઉપાધ્યક્ષ વિક્રમભાઈ શેઠ, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ ભટ્ટ,મોરબી શહેર સહમંત્રી આશિષસિંહ જાડેજા તથા જીતુભાઇ ચાવડા મોરબી શહેર બજરંગદળ સહસંયોજક વિજયભાઈ બોરીચાએ હાજર રહી સંતોનું પુજન કરી આશીર્વાદ લીધા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..