હળવદના દેવળીયા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપમાં બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના દેવળીયા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપમાં નોકરી કરતો કર્મચારી રૂ.10 લાખ ફરાર થઈ જતા પેટ્રોપ પંપના માલીકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ઠગાઈનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાન્તીલાલ અમરશીભાઇ અઘારા (ઉ.વ.૫૭ ધંધો.ખેતી રહે.જુના દેવળીયા તા.હળવદ) એ આરોપી ગોવિંદભાઇ મગનભાઇ રબારી (રહે.ધ્રેચાણ તા.સુઇગામ જી.બનાસકાંઠા હાલ રહે.નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા-૨૨ ના રોજ નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમમાં ફરીયાદીને આરોપીએ વિશ્વાસમા લઇ ફરીયાદીના રૂ.૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) પોતાના હવાલાવાળા પેટ્રોલપંપના રસોડાની ઓરડીમા આવેલ શેટીના ખાનામા રાખવાનુ જણાવી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી પેટ્રોલપંપના રસોડામા આવેલ શેટીના ખાનામા રૂ.૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) રાખેલ જે લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પીએસઆઇ પી.જી.પનારા વધુ તપાસ ચાલવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..