બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ક્રૂડ તેલમાં નરમાઈઃ કપાસ, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં ઘટાડો બુલડેક્સ ફ્યુચર્સમાં 424 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 380 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16 થી 22 જુલાઈના સપ્તાહ દરમિયાન 17,87,242 સોદાઓમાં કુલ રૂ.1,44,530.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 424 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 380 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,81,443 સોદાઓમાં કુલ રૂ.48,466.77 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,378ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,389 અને નીચામાં રૂ.47,301 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.766 ઘટી રૂ.47,634ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.442 ઘટી રૂ.38,259 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.63 ઘટી રૂ.4,712ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.69,906 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,931 અને નીચામાં રૂ.66,286 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2,307 ઘટી રૂ.67,374 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં 1,57,268 સોદાઓમાં રૂ.27,612.91 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.196.15 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.243ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.60 વધી રૂ.735.85 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.8.1 વધી રૂ.1,418.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.178ના ભાવે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં 6,19,705 સોદાઓમાં કુલ રૂ.45,710.84 કરોડનો ધંધો થયો હતો. એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,390 અને નીચામાં રૂ.4,878 સુધી જઈ, સપ્તાહનાં અંતે બેરલદીઠ રૂ.32 ઘટી રૂ.5,343 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.25.30 વધી રૂ.296.40 બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 19,145 સોદાઓમાં રૂ.2,398.58 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,345ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1426.50 અને નીચામાં રૂ.1345 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.60.50 વધી રૂ.1,404 બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,880 અને નીચામાં રૂ.16,765 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.626 વધી રૂ.17,474ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,075ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1118.90 અને નીચામાં રૂ.1073.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.32.70 વધી રૂ.1111.80 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.70 ઘટી રૂ.946.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ ગાંસડીદીઠ રૂ.1,030 વધી રૂ.26,610 બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,79,674 સોદાઓમાં રૂ.24,192.67 કરોડનાં 50,453.537 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,01,769 સોદાઓમાં કુલ રૂ.24,274.10 કરોડનાં 3,580.797 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.1,851.13 કરોડનાં 94,380 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,358.99 કરોડનાં 1,38,760 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.12,016.61 કરોડનાં 1,65,842.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.9,263.12 કરોડનાં 65,665.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,123.06 કરોડનાં 63,390 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,96,957 સોદાઓમાં રૂ.19,626.43 કરોડનાં 3,80,42,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,22,748 સોદાઓમાં રૂ.26,084.41 કરોડનાં 91,94,05,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 96 સોદાઓમાં રૂ.2.80 કરોડનાં 408 ટન અને કોટનના વાયદાઓમાં 6,572 સોદાઓમાં રૂ.699.48 કરોડનાં 267400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,640 સોદાઓમાં રૂ.62.33 કરોડનાં 649.8 ટન, રબરના વાયદાઓમાં 225 સોદાઓમાં રૂ.4.41 કરોડનાં 256 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,612 સોદાઓમાં રૂ.1,629.56 કરોડનાં 1,48,990 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,284.413 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 605.634 ટન, એલ્યુમિનિયમમાં 10,615 ટન, જસત વાયદામાં 13,335 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,6250 ટન, નિકલ વાયદામાં 3,985.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,825 ટન, ક્રૂડ તેલમાં 6,42,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,74,47,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 188 ટન, કોટનમાં 169350 ગાંસડી, મેન્થા તેલમાં 517.32 ટન, રબરમાં 117 ટન, સીપીઓમાં 85,790 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 17,963 સોદાઓમાં રૂ.1,492.18 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 10,085 સોદાઓમાં રૂ.822.40 કરોડનાં 11,234 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 7,878 સોદાઓમાં રૂ.669.78 કરોડનાં 8,758 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,729 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 620 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,869ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,884 અને નીચામાં 14,460ના સ્તરને સ્પર્શી, 424 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 306 પોઈન્ટ ઘટી 14,563ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,500ના સ્તરે ખૂલી, 380 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ વધી 15,359ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,91,718...