મોરબી : ભારતીય પુરુષ હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. છેલ્લા ચાર દશકથી પહેલૂ ઓલિમ્પિક પદક જીતવાની કોશિશમાં લાગેલ ભારતીય ટીમે અપેક્ષાને અનુરૂપ પ્રદર્શન કરી ગ્રુપ-એનો મુકાબલો જીત્યો. મેચની અંતિમ મિનિટમાં ન્યુઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યું હતું જો કે, ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 3-2થી હરાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોકિયો ઓલમ્પિકમાં આજે ન્યુઝીલેન્ડ માટે છઠ્ઠી મિનિટમાં પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ કેન રસેલે ગોલ કર્યો. ભારત માટે રુપિન્દર પાલ સિંહે 10મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર બરાબરીનો ગોલ કર્યો. ડ્રેગ ફ્લિકર હરમનપ્રિત સિંહે 26મી અને 23મી મિનિટે ગોલ કર્યો. ન્યુઝીલેન્ડ માટે બીજો ગોલ 43મી મિનિટમાં સ્ટીફન જેનિસે કર્યો. હોકીમાં ભારતને 1980 પછી મેડલ મળ્યું નથી. ભારતીય પુરુષ હોકી ટીમ આવતીકાલે 25 જુલાઈએ પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ પણ જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. ટીમે એકતરફી મેચમાં જાપાનને 5-3થી હરાવી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, સ્પેન અને જાપાન ગ્રુપ એમાં છે. જ્યારે બેલ્જિયમ, કેનેડા, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને જર્મની ગ્રુપ બીમાં છે. બંને જૂથોની ટોપ -4 ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળશે. હોકી ગ્રુપ સ્ટેજ મેચો આજે 24 જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની તુલનામાં 30 જુલાઈ સુધી ચાલશે. 1 ઓગસ્ટથી નોકઆઉટ રાઉન્ડ મેચ રમાશે. ક્વાર્ટર ફાઇનલ 1 ઓગસ્ટ, સેમિફાઇનલ 3 ઓગસ્ટે, જ્યારે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેચ 5 ઓગસ્ટે રમાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..