ગઈકાલની સરખામણીમાં આજે 140 નું વેકસીનેશન ઘટ્યું મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ ડોઝની અછત યથાવત રહી હતી. જો કે પરમ દિવસે હાઈએસ્ટ વેકસીનેશન બાદ ગઈકાલે વેકસીનેશન મોટા ધટાડો નોંધાયો હતો અને આજે ખૂબ ઓછા ડોઝ ફાળવાતા ગઈકાલે કરતા પણ આજે વેકસીનેશન નીચું ગયું હતું. જેમાં આજે મોરબી જિલ્લાના 35 સ્થળોએ માત્ર 4822 લોકોનું વેકસીનેશન થઈ શક્યું હતું. મોરબી જિલ્લામાં લાંબા સમયથી ડોઝની અછતનું ગ્રહણ એટલી હદે ગંભીર બન્યું હોય કે હજુ સુધી અસરકારક રીતે વેકસીનેશન થઈ શકતું નથી. આજે પણ વેકસીનેશનના સ્થળો ઉપર ભીડ જામેં છે. ડોઝ થોડા સમયમાં જ ખૂટી જતા અનેક લોકોને વેકસીનેશન વગર નિરાશ થવાની નોબત આવે છે. જો કે પરમ દિવસે હાઈએસ્ટ વેકસીનેશન થતા હવે ડોઝની અછત દૂર થઈ ગઈ એવું લાગતું હતું. પણ આ સમસ્યા યથાવત રહી છે. માત્ર એક દિવસ વધુ ડોઝ આવ્યા બાદ ફરી એની એ જ રામાયણ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં ડોઝની અછત વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા આજે 35 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1699 અને 18 પલ્સમાં 3052 તેમજ ખાનગીમાં 80 મળીને કુલ 4822 લોકોનું વેકસીનેશન થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં વેકસીનેશનની સ્થિતિ જોઈએ તો વેકસીનેશન વધવાને બદલે ઉતરોતર ઘટી રહ્યું હોય એવું લાગે છે. પરમ દિવસે દસ હજારથી વધુ લોકોનું વેકસીનેશન થયું હતું અને ગઈકાલે 4962 લોકોનું વેકસીનેશન થયું હતું. જ્યારે આજે 4822 લોકોનું વેકસીનેશન જ થયું છે. એટલે ગઈકાલની સરખામણીમાં આજે 140 નું વેકસીનેશન ઘટ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..