શંકર આશ્રમ, શાન્તિવ આશ્રમ સહિતના આશ્રમોમાં ગુરૂપૂજન, પ્રસાદ, ભજન, રામધૂન અને હવન સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબીમાં ગુરૂઓનો આદર અને સત્કાર કરવાના પાવન અવસર સમાન ગુરૂપૂર્ણિમાની ઠેરઠેર સદાયપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ભક્તજનોએ પોતાના ગુરૂઓનું ભાવભેર પૂજન કરીને સકારાત્મક જીવન જીવવાનો બોધપાઠ ગ્રહણ કર્યો હતો. ઠેરઠેર મંદિરો, આશ્રમો સહિતના તમામ ધર્મ સ્થાનકોમાં ગુરૂદેવોનો શ્રદ્ધાભેર મહિમાગાન કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાને ધ્યાને લઈને સાદાઈપૂર્વક ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. મોરબીમાં સંત કેશવાનંદ બાપુના વીસીપરા વિસ્તારમાં આવેલા શાંતિવન આશ્રમે આજે સવારથી જ ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ભક્તજનોએ શ્રદ્ધાભેર ગુરૂપૂજનનો લાભ લીધો હતો. જો કે કોરોનાને ધ્યાને લઈને શાંતિવન આશ્રમે સતત બીજે વર્ષે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી રદ કરવામાં આવી હતી અને સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મર્યાદિત સંખ્યામાં ભક્તજનોએ ભજન કીર્તન કરીને ગુરૂદેવોનું મહિમાગાન કર્યું હતું અને ભક્તોએ રામઘુન પણ બોલાવી હતી. તેમજ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જ્યારે શંકર આશ્રમ એટલે નીલકંઠ મહાદેવ મંદિરે પણ સવારથી ભક્તજનો ઉમટી પડ્યા હતા અને ગુરૂપૂજન કર્યું હતું. તેમજ અહીંયા હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મર્યાદિત સંખ્યામાં લોકોએ લાભ લીધા હતો. આમ ઠેર-ઠેર આજે ગુરૂદેવોના આશ્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોએ ગુરૂ ભક્તિની આહલેક જાગી હતી. તેમજ વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરૂઓની ભાવ વંદના કરી હતી. આ ઉપરાંત, આજે ગુરૂપૂર્ણિમા અવસરે સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા મુકામે આચાર્ય વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત દરેક આચાર્યનું વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં વ્યક્તિગત ગીત, આચાર્ય વંદન, ભગવા ધ્વજનું પૂજન, અમૃતવચન, પ્રાસંગિક ગીત, પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રત્યનો, ગુરુનું મહત્વ, વ્યક્તિના પ્રકાર, ગુરુપૂર્ણિમાનો અર્થ, તત્વના પૂજનનું મહત્વ વગેરે જેવી વાત કરી હતી. ત્યારબાદ સંઘપ્રાર્થના અને શાંતિમંત્ર બોલી પ્રસાદી લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. વધુમાં, સુપર માર્કેટ એસોસિએશન દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે નવા મંદિરમાં હનુમાનજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં પ્રિતમ જીતુભાઈ, જગદીશભાઈ, હિતેશ દસાડિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તેમજ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની મોરબી શાખાના કેમ્પસ યુનિટ દ્વારા વિવિધ કોલેજોમાં ગુરૂપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમના ગુરુ સમાન એવા શિક્ષકોને તિલક તેમજ મોઢું મીઠું કરાવી ગુરુપૂર્ણિમા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા આજે સ્વામી રાજર્ષિ મુનિનાં શિષ્યો દ્વારા તેમના ચરણપાદુકાનું પૂજન-અર્ચન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..