વર્ષો પૂર્વેના કૌભાંડને ખુલ્લું પાડવા બે વ્યક્તિએ મામલતદાર કચેરી સામે ડેરા તંબુ નાંખ્યા ટંકારા : ટંકારાના મોટા ગજાના સ્વર્ગીય રાજકીય અગ્રણીને ત્રીસ વર્ષના ભાડા પટ્ટે ફળ-ઝાડ વાવવા માટે અપાયા બાદ આ જમીન સરકારી તંત્રના જવાબદારોએ માત્ર ત્રણ વર્ષ બાદ ભાડા પટ્ટેથી સીધી કાયમી કરવાનુ કૌભાંડ આચરાયુ હોવાનો સનસનીખેજ આક્ષેપ સાથે કૌભાંડને પ્રજા સામે ઉજાગર કરવા બે વ્યક્તિઓ મામલતદાર કચેરીએ ભ્રષ્ટ્રાચારના પુરાવાનુ પ્રદર્શન કરવા તંબુ તાણી બેસતા આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. આ કૌભાંડમાં જીલ્લા કલેકટર વિરુદ્ધ પણ આક્ષેપ કરાયા છે. ટંંકારા મામલતદાર કચેરી ખાતે ભરતભાઈ લાલજીભાઈ સોલંકી અને હમીરભાઈ સગ્રામભાઈ ભરવાડ નામના બે વ્યક્તિઓ દ્વારા ટંંકારામા વર્ષો પૂર્વે મસમોટુ જમીન કૌભાંડ તંત્રના અમુક ભ્રષ્ટ કર્મચારીઓએ આચરી રોડ કાંઠાની કિંમતી જમીન સ્થાનિક મોટા ગજાના રાજકીય અને સહકારી ક્ષેત્રે એક સમયે કદાવર નેતા ગણાતા અને હાલ અવસાન પામેલા આગેવાનને પધરાવી દેવાયાના આક્ષેપ કરી ભ્રષ્ટ્રાચાર ઉજાગર કરવા જાહેરમા પુરાવાનુ પ્રદર્શન યોજી ધામા નાખ્યા છે. બંને વ્યક્તિઓએ આજથી પચાસેક વર્ષ પૂર્વેનું પ્રકરણ ઉખેડી સાબિત કરી દેવાની ચેલેન્જ તંત્રને આપી છે. જેમા તંત્રે ૧૯૭૧ મા ટંકારાની રોડ કાંઠાની કિંમતી રેવન્યુ સર્વે નમ્બર 14ની જમીન જમીન ફુલ ઝાડ વાવવા બાગાયતી ખેતી માટે ત્રીસ વર્ષના ભાડા પટ્ટે મૃતક અગ્રણીને ફાળવણી કરી હતી. જો કે બાદમા તમામ નીતિ નિયમો નેવે મુકી માત્ર ત્રણ વર્ષ પછી તા. ૯/૭/૧૯૭૪ મા ભાડાપટ્ટે અપાયેલી જમીન કાયમી કરી દેવામા આવી હોવાનુ આખુ કૌભાંડ એક નિવૃત્ત મહિલા તલાટીએ આચરી હોવાનુ વ્યવસ્થિત ષડયંત્ર રચાયાનુ જણાવી એ ખુલ્લુ પાડવા માટે ટંકારા મામલતદાર કચેરી પાસે ડેરા તંબુ તાણ્યા છે. મંગળવારે આ પ્રકરણે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતું. કૌભાંડના પ્રદર્શન મુદ્દે સમગ્ર જીલ્લામા ભારે ખળભળાટ મચ્યો છે ત્યારે હવે તંત્ર પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..