રાજકોટ : રાજકોટમાં એક તરૂણીની ભળતા નામ વાળી ઇન્સ્ટાઆઇડી બનાવીને તેને જ બીભત્સ મેસેજ કરનાર ટંકારાના નેસડા સુરજ ગામના તરુણને પોલીસે પકડી પાડ્યો છે. આ તરુણ ઓનલાઇન અભ્યાસ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. જોત જોતામાં તેને મોબાઈલ ફોનનો ગેરઉપયોગ શરૂ કરી દીધો હતો. આમ વાલીઓએ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટના કોટેચા ચોકમાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી હતી કે તેની 16 વર્ષની દીકરી અભ્યાસ કરે છે અને ઇન્સ્ટા યુઝ કરે છે 12 મેના રોજ દીકરીના નામને ભળતા આઈડી ઉપરથી રીક્વેસ્ટ આવી હતી જે તેમની દીકરીએ એક્સેપ્ટ નહિ કરતા મારા પત્નીના ફોનમા રીક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કરીને જોતા દીકરીના નામનું ફેક આઈડી બનાવી તેમાં મેસેજ કરેલા હોય જેથી આઈડી બંધ કર નહિતર પોલીસ સ્ટેશનમાં જઈશ તેમ કહેવા છતાં આઈડી બંધ કરેલ નહી અને તેમાંથી બીભત્સ મેસેજ કરતા આ અંગે અરજી કરી હતી. આરોપીએ ફોટા અને બીભત્સ મેસેજ વાઈરલ કરેલ હતા જેથી માહિતી મંગાવતા ટંકારાના નેસડા સુરજ ગામના દિવ્યેશ જયસુખભાઈ હરસોરાનું નામ ખુલતા તેના નિવેદનમાં આ ફોન તેમનો નાનો ભાઈ ઉપયોગ કરતો હોવાનું જણાવતા પોલીસે નાના ભાઈની પુછતાછ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..