ધારાસભ્યની ઊર્જા મંત્રીને રજૂઆત મોરબી : ઉર્જા ક્ષેત્ર હેઠળની GETCO સર્કલ ઓફિસ મોરબીમાં આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લેખિત રજૂઆત થકી માંગણી કરી છે. મોરબી એ ઔધ્યોગિક ક્ષેત્રે વિકસી રહેલ સૌરાષ્ટ્રનું અગ્રીમ હરોળનું મથક છે. મોરબીમાં ઉર્જા વિભાગના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિભાગ / પેટા વિભાગની કચેરીઓ પણ નવી મંજૂર કરવામાં આવી છે. તે જોતાં મોરબીને GETCO ની સર્કલ ઓફિસ મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને વિગતે રજૂઆત કરી તાકીદે GETCO ની સર્કલ ઓફિસ મોરબીને ફાળવવા માંગણી કરી છે. ઉર્જા ક્ષેત્રનું રેવન્યુ પોકેટ ગણાતું મોરબી આવનારા દિવસોમાં પણ ઔધ્યોગિક રીતે વધુ વિકસવાનું છે અને આવનારા પાંચ વર્ષમાં ૪૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનો પણ ઊભા કરવાનું આયોજન થયું છે. તે જોતાં મોરબીને GETCO ની સર્કલ ઓફિસ મળે તે ખૂબ જ જરૂરી છે. હાલ મોરબી ગોંડલ ખાતેની GETCO ની સર્કલ કચેરી સાથે જોડાયેલ છે. આમ GETCO ને લગતા રોજમરોજના પ્રશ્નો ઉકેલવા મોરબીથી છેક ગોંડલ સુધી જવા આવવામાં સમયનો વ્યય થાય અને વહીવટી પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય તે સ્વાભાવિક છે. તે જોતાં તાકીદે મોરબીને GETCO ની સર્કલ ઓફિસનું મથક મળે તે ખૂબ જ જરૂરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..