મોરબી આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય મંત્રી ખેડૂતોની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી મોરબી : ભાજપના કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો વિશે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. આ મુદ્દે મોરબી આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું અપમાન એ દેશની અસ્મિતાનું અપમાન હોવાનું જણાવી આ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય મંત્રી ખેડૂતોની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે. મોરબી આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂત એ ધરતી પરનો ભગવાન છે. ખેડૂતો સખત પરિશ્રમ કરીને જગત આખાને અન્ન પૂરું પાડે છે. તેથી દરેક વ્યક્તિએ ખેડૂતોનો આદર અને સન્માન કરવું જોઈએ. એના બદલે જાહેર જીવમમાં સંકળાયેલા રાજનેતા જ જો ખેડૂતોનું સન્માન અને કરે અને અપમાન કરે તો તે કેટલા અંશે વાજબી છે? જેમાં ભાજપના કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો જાણે અસામાજિક તત્વો હોય એમ તેમના માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે. ખેડૂતો દેશની અસ્મિતાનું પ્રતીક છે. આથી, આવા નેતાએ કરેલા વાણી વિલાસનો ઉગ્ર વિરોધ કરીને કેન્દ્રીય મંત્રી જાહેરમાં ખેડૂતોની માફી માંગે તેવી માંગ કરી હતી. નહિતર લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..