તસ્કરોએ કારખાનામાથી ચાવી મેળવીને ચોરીને અંજામ આપ્યો મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નં.૩ માં આવેલા ઘડિયાળના કારખાનાને તસ્કરો નિશાન બનાવી આ ઘડિયાળના કારખાનામાંથી મુમેન્ટના કાર્ટુન ઉઠાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ કારખાનામાથી ચાવી મેળવીને ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકિતપ્લોટ શેરીનં.૮ માં આવેલ ડાર્વીન એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૪ માં રહેતા અશોકભાઇ છગનલાલ મહેતા (ઉ.વ.૬૩)એ કોઇ અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ ના રોજ મોરબી લાતીપ્લોટ શેરીનં.૩માં આવેલ ફેના કલોકમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં ફરીયાદીના ફેના કલોક નામના કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી કારખાનામાથી ચાવી મેળવી પહેલા માળે રાખેલ કલોક (ઘડીયાળ) મુમેન્ટના કાર્ટુન નંગ-૧૬ જેમા કલોક (ઘડીયાળ) મુમેન્ટ નંગ-૮૦૦૦ જેની કિ.રૂ.૪૬,૦૦૦ ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પીએસઆઇ આર.પી.જાડેજા વધુ તપાસ ચાલવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..