મોરબી : મોરબીમાં શકત શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુમંદિર દ્વારા સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ વાલીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ગઇકાલે તા.21 ને બુધવારના રોજ સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા મુકામે સંસ્કૃતિ બોધપરિયોજના અંતર્ગત સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ વાલીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એકદારે ૧૦૦ જેટલા વાલીઓ જોડાયા હતા. કાર્યક્રમને અંતર્ગત વિદ્યાલયના નિયામક સુનિલભાઈ પરમારે પ્રસ્તાવના રજૂ કરી હતી. સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાના ઉદેશ્ય વિષે વાત કરતાં જણાવ્યુ કે આપણાં દેશની પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવનમુલ્ય, મહાપુરુષોના અનુભવ, જ્ઞાન-વિજ્ઞાનના રાષ્ટ્રીય વારસાને શિક્ષણના માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાના ઉદેશ્યથી આ પ્રકારની પરીક્ષાઓ લેવાય છે. પુસ્તિકામાં રહેલ જ્ઞાનને હાલની પરિસ્થિતિમાં અને સામાની જીવન વ્યવહારમાં કેમ વણી લેવું તેના વિષે પણ તેમણે જણાવ્યું. કોરોના કાળની આ વિકટ પરિસ્થિતિમાં આપણે આપની સંસ્કૃતિને ટકાવીને એકબીજાને કઈ રીતે મદદરૂપ બની શકાય એના વિશે પણ વાત કરી હતી. ત્યારબાદ પ્રતિભાગી વાલીઓએ પરીક્ષા પ્રત્યે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેમાં તેઓએ પરિક્ષાની તૈયારી દરમ્યાન આપણાં સાંસ્કૃતિક વરસ ગૌરવપૂર્ણ ઇતિહાસ અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની માહિતી પ્રાપ્ત કરી તેના વિશે વાત કરી. વધુમાં, તેઓએ પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું કે અમે પરીક્ષા આપીએ ત્યારે અમને અમારું વિદ્યાર્થી જીવન પાછું મળ્યું હોય એવું લાગે છે. માતા બન્યા પછી પણ પરીક્ષા આપવાની જે તક આપી છે, તેના માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ. કાર્યક્રમમાં વાલીઓને પુસ્તક અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. અંતમાં શાંતિમંત્ર બોલીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..