સેવાસદનની છાતી સામેથી નિકળતા ઓવરલોડ ગેરકાયદેસર ખનીજ વહન કરતાં ડમ્પરો : શહેરીજનો ત્રસ્ત વાંકાનેર : વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર ખાણખનીજનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. હવે તો ખનીજચોરો એટલા પાવરફુલ થઈ ગયા છે કે વાંકાનેર સેવાસદનની આગળ અને પાછળથી દિવસ-રાત 24 કલાક ગેરકાયદેસર હિટાચી અને ડમ્પર મૂકી ખનીજ ચોરી કરી રહ્યા છે અને એ ડમ્પર સેવાસદનની સામેથી વહન કરી અને મોરબી પંથકમાં લઈ જઈ રહ્યા છે. તેમ છતાં સંબંધિત તંત્રો આ ગેરકાયદેસર ખનન ચોરી રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. વાંકાનેર પંથકમાં રેતી પુષ્કળ પ્રમાણમાં નીકળતી હોય ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના ભ્રષ્ટાચારીઓનો સાથ સહકાર મેળવી લઈ કુદરતી સંપદાને રીતસર લૂંટવામાં આવી રહી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, વાંકાનેર શહેરમાં મોટા વાહનોને પ્રવેશવાની મનાઈ હોવા છતાં શહેરી વિસ્તારમાંથી પ્રવેશી આવા ઓવરલોડેડ હાઇવે તરફ જઈ રહ્યા છે. જાણે કે તેમને કાયદાનો કોઇ ડર જ ન હોય. વાંકાનેરના સ્થાનિક શહેરીજનો આ હેવી વાહનોથી તોબા પોકારી ઉઠયા છે તેમ છતાં તેને બંધ કરાવવા વાંકાનેરમાં કોઈ છે જ નહીં!! આ ઉપરાંત, વાંકાનેર શહેરની નજીકમાં આવેલ રાતીદેવળી ગામે કુબા વિસ્તારમાંથી આસોઈ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું પણ છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ચાલી રહ્યું છે. તેવી જ રીતે જડેશ્વર નજીક પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને દિવસે તેમજ રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ભરી ઓવરલોડ ડમ્પરો શહેરમાંથી પસાર કરી સેવા સદનની સામેથી રાજકોટ તરફ જઈ રહ્યા છે. તેમ છતાં સંબંધિત તંત્રો તેના પર કોઈ કાર્યવાહી ન કરી આડકતરો તેમને પ્રોત્સાહિત કરતા હોય તેવો ઘાટ ઘડાયો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..