મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે 108 એમ્બ્યુલન્સની ટીમે એક કિમી સુધી પગપાળા ચાલી પ્રસૂતા સુધી પહોંચી ડિલિવરી કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી. આજે તા. 22 ના રોજ વહેલી સવારે 05:30 કલાકે જેતપર (મચ્છુ) લોકેશનની એમ્બ્યુલન્સને રંગપર વાડી વિસ્તારના સગર્ભાને ડિલિવરી માટે કોલ આવ્યો હતો. આથી, જેતપરની એમ્બ્યુલન્સ સગર્ભાને લેવા માટે રવાના થઇ હતી. પરંતુ દર્દીની વાડી રોડથી આશરે બે કિલોમીટર જેટલી દુર હોવાથી, એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ ન હોય ટીમ ખાડાખબડાવાળા રોડ પર એક કિલોમીટર જેટલું ચાલી અને દર્દી સુધી પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સના EMT સુનીલ ચાંડપા અને પાયલોટ જગદીશ સાંકરિયાએ ઘટના સ્થળે પહોંચી દર્દીની મેડિકલ તપાસ કરી હતી. તે વખતે પ્રસૂતાને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો ઉપડતાં ટીમે ખેતરમાં પ્રસુતિ કરાવેલ હતી. અને નવજાત શિશુની સ્થિતિ ગંભીર હોવાથી નજીકના CHC જેતપર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..