ટંકારાના હડમતિયા રોડ ઉપર મારામારીની ઘટના અંગે એક સામે નોંધાયો ગુન્હો ટંકારા : ટંકારાના હડમતિયા રોડ ઉપર સવારે માંગેલા પૈસા છેક સાંજે કેમ દેવા આવ્યો તેમ કહી એક શખ્સે યુવકને છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે આરોપી સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઈ ધુળાભાઈ હઠીલા (ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે. લજાઇ ગામ ધરતીધન હોટલ પાછળ પંકજભાઈ દયારામભાઈ મસોતની વાડીમા તા.ટંકારા) એ આરોપી કેવનભાઈ નરસીંગભાઇ (રહે, હડમતિયા રોડ એપલ કારખાનાની પાછળ તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૯ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા હડમતિયા રોડ એપલ કારખાનાની પાછળ આરોપીએ ફરીયાદીને સવારે પૈસા આપવા માટે આવવાનુ કહેલ પરંતું ફરીયાદી તથા સાહેદ આરોપીને પૈસા દેવા સાંજે ગયેલ હોય. જેથી આરોપીએ તને પૈસા સવારે આપવા આવવાનુ કહેલ એમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી બાજુમા પડેલ છરીથી એક ઘા ફરીયાદીને જમણા ખંભા પાસે ઈજા પહોચાડી હતી. આ બનાવની ફરિયાદ પરથી ટંકારા પોલીસ મથકના UHC એમ.પી.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..