એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે મોરબીના ભરતનગરમાંથી ભોગ બનનારને શોધી કાઢી મોરબી : મોરબીના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ સગીરાના અપહરણ કેસમાં આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. મોરબીના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આજ રોજ પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી તથા ભોગ બનનાર મોરબી તાલુકાના ભરતનગર ગામમાં હોવાની વાગડોદ પોલીસ સ્ટેશન તરફથી જાણ કરવામાં આવી હતી. આથી, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમે આરોપી રમેશજી પરબતજી ઠાકોર (ઉ.વ. 21, રહે.જંગરાલ ગણેશપુરા તા. સરસ્વતી, જી.પાટણ)ની તપાસ કરતા ભરતનગર રાધે પાઇપ કારખાનામાંથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા હતા. પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાગડોદ પોલીસ સ્ટેશનને આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરેલ છે. આમ, પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયની બાળાના થયેલ અપહરણના ગુનાના આરોપીને પકડી પાડવામાં તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..