નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે શપથ ગ્રહણ સમારોહ સંપન્ન મોરબી : નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના નવા વરાયેલા કેબિનેટ મેમ્બરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જેના રીજીયન 2ના રીજીયન ચેરમેન તરીકે મોરબીના રમેશભાઈ રૂપાલાની વરણી થતા તેઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ઇન્ટરનૅશનલ ડાયરેક્ટર એમ.જે.એફ.અને નેપાળના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના અધ્યક્ષપદે લાયન્સ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના નવા વરાયેલા કેબિનેટના મેમ્બરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રીજિયન ટુના ચેરમેન તરીકે અનેક સેવાકિય સંસ્થા સાથે જોડાયેલા મોરબીના રમેશ રૂપાલા, ઝોન ૩ માં તુષાર દફતરી, ઝોન ૪ માં થાનના ધર્મેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન અને તેમની ટીમને શપથ ગ્રહણ સમારોહમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલના મુખ્ય ઉદ્દેશ્ય સેવા પરમો ધર્મ મંત્રને વિવિધ લક્ષી સેવાકીય કાર્યો સાથે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર એમ.જે.એફ. સંજય ખેતાન દ્વારા શપથ ગ્રહણ સમયે પ્રસંગોચિત પ્રેરક માર્ગદર્શન આપી નવનિયુક્ત ચેરમેન અને તેમની ટીમને અભિનંદન આપેલ હતા. આ તકે લાયન્સ ક્લબ ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે. ના વર્ષ 21-22 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એસ. કે. ગર્ગ અને હિરલબા જાડેજા સહીત મહાનુભાવો દ્વારા પણ નવનિયુક્ત રીજનલ ચેરમેન અને તેમની ટીમને શુભેચ્છાઓ આપવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાલાળા ગીર મેગો રીસોર્ટ્સ ફાર્મ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના નવા વરાયેલા કેબિનેટના મેમ્બરનો પણ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથવિધિ સમારોહ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સ કલબ ઇન્ટરનેશનલ માટે વિશેષ પરેડનું આયોજન કરવામાં આવેલ. જેમાં રિજિયન ટુના ચેરમેન રમેશ રૂપાલા અને એમની ટીમ પ્રથમ ક્રમે આવતા મોરબી, થાન, લીંબડી, ચોટીલા અને સુરેન્દ્રનગરની લાયન્સ ક્લબના સર્વે સદસ્યોમાં ઉત્સાહ ઉમંગ, હર્ષોલ્લાસ અને ખુશીના માહોલ વચે લાયન્સ કલબ ઇન્ટરનેશનલના એમ.જે.એફ. નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર સંજય ખેતાનના વરદ હસ્તે ચેરમેન રમેશ રૂપાલા અને ટીમનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..