કોટનમાં 62,400 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ. 350નો સંગીન ઉછાળો : કપાસ, સીપીઓમાં સુધારાનો સંચાર બુલડેક્સ ફ્યુચર્સમાં 181 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર બુધવારે બકરી ઈદ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલું હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 3,87,906 સોદાઓમાં કુલ રૂ.31,014.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 181 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 98 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 1,62,714 સોદાઓમાં કુલ રૂ.10,263.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,295 અને નીચામાં રૂ.47,771 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.218 ઘટી રૂ.47,876ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.114 ઘટી રૂ.38,423 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.4,734ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,409 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,499 અને નીચામાં રૂ.66,286 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.640 ઘટી રૂ.66,606 બંધ થયો હતો.એનર્જી સેગમેન્ટમાં 1,45,779 સોદાઓમાં કુલ રૂ.10,850.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,006ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,055 અને નીચામાં રૂ.4,878 સુધી જઈ, બંને સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.21 વધી રૂ.5,012 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.70 વધી રૂ.288 બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 3,868 સોદાઓમાં રૂ.509.85 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,361ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1388 અને નીચામાં રૂ.1361 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.7.50 વધી રૂ.1,374 બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.17,150 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.237 ઘટી રૂ.17,234ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,081.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1118.90 અને નીચામાં રૂ.1081.50 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.32.20 વધી રૂ.1117 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 ઘટી રૂ.958.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 વધી રૂ.25,970 બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 41,373 સોદાઓમાં રૂ.5,638.67 કરોડનાં 11,722.743 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,21,341 સોદાઓમાં કુલ રૂ.4,624.61 કરોડનાં 689.360 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 45,263 સોદાઓમાં રૂ.4,547.79 કરોડનાં 91,36,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 1,00,516 સોદાઓમાં રૂ.6,303.19 કરોડનાં 22,13,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.22 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 1,339 સોદાઓમાં રૂ.162.23 કરોડનાં 62400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 385 સોદાઓમાં રૂ.14.68 કરોડનાં 153 ટન, રબરના વાયદાઓમાં 36 સોદાઓમાં રૂ.0.65 કરોડનાં 38 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,100 સોદાઓમાં રૂ.332.07 કરોડનાં 30,130 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,175.052 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 657.912 ટન, ક્રૂડ તેલમાં 6,45,300 બેરલ અને નેચરલ ગેસમાં 3,20,32,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 200 ટન, કોટનમાં 166825 ગાંસડી, મેન્થા તેલમાં 481.32 ટન, રબરમાં 108 ટન, સીપીઓમાં 85,840 ટનના સ્તરે રહ્યો હતો.ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 3,904 સોદાઓમાં રૂ.331.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 2,148 સોદાઓમાં રૂ.172.24 કરોડનાં 2,354 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,756 સોદાઓમાં રૂ.158.95 કરોડનાં 2,092 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,705 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 639 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,700ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,718 અને નીચામાં 14,537ના સ્તરને સ્પર્શી, 181 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 88 પોઈન્ટ ઘટી 14,574ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,195ના સ્તરે ખૂલી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ વધી 15,153ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 39,292 સોદાઓમાં રૂ.3,742.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,016.46 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.06 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,639.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.466 અને નીચામાં રૂ.223.50 રહી, અંતે રૂ.116.50 ઘટી રૂ.242 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,032.50 ખૂલી, ઊપરમાં રૂ.1,066 અને નીચામાં રૂ.760 રહી, અંતે રૂ.98 ઘટી રૂ.856 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.232.10 ખૂલી, ઊપરમાં રૂ.260.20 અને નીચામાં રૂ.181 રહી, અંતે રૂ.4.40 ઘટી રૂ.227.10 થયો હતો. આ સામે પુટ...