હળવદના બુટવડા ગામે વટેમાર્ગુઓ માટે પરબ ખુલ્લું મુકાયું હળવદ : હળવદ તાલુકાના જુના બુટવડા ગામના પરિવારે સદગત દીકરીની યાદમાં પાણીનું પરબ બાંધી આપી આજે તેને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેથી અહીંથી પસાર થતા લોકોની પાણીની તરસ છીપશે. હળવદ તાલુકાના જુના બુટવાડા ગામે રહેતા લખમણભાઇ નંદેસરીયાની દીકરી સ્વ. સંગીતાની યાદમાં પરિવારજનોએ લીલાપર-બુટવડા રોડ પર પાણીનું પરબ બાંધી આપ્યું છે અને આજે આ પરબને પરિવારજનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેથી, અહીંથી પસાર થતાં વટેમાર્ગુને પીવા માટે પાણી મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંગીતા ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ નદીએ પાણી ભરવા જતાં નદીના પાણીમાં તણાઈ ગઈ હતી. જો કે ભારે શોધખોળ બાદ જે તે સમયે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી, પરિવારજનોની ઈચ્છા હતી કે ગામને પાદર વટેમાર્ગુઓ માટે પાણીનું પરબ બાંધવામાં આવે. જો કે હજુ પરિવારજનો દ્વારા બાપા દીકરીની યાદમાં બાપા સીતારામની મઢૂલી બનાવવાનું પણ નક્કી કર્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..