રવાપર રેસિડેન્સીમાં ફ્લેટનો દરવાજો અને તિજોરી તોડી ચોરીને અપાયો અંજામ મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસિડેન્સીમાં ધ ગાર્ડન પેલેસમાં ફ્લેટનો દરવાજો તથા તિજોરી તોડી તસ્કરોએ સોના ચાંદીના રૂ.1.92 લાખના દાગીનાની ચોરી કરી મોરબી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ચોરીની આ ઘટના અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રવાપર રેસીડેન્સીમા ધ ગાર્ડન પેલેસ બ્લોકનં.૧૦૪માં રહેતા અને સિક્યોરિટી ઓફીસ ધરાવતા ભાસ્કરભાઇ જીવનલાલ જોષી (ઉ.વ.૨૯) ના ફ્લેટનો દરવાજો તોડી અજાણ્યા તસ્કરોએ તિજોરી તોડી તિજોરીમાં પડેલ સોનાનુ મંગળસુત્ર (કિ.રૂ.૯૦૦૦૦), સોનાની બે વીટી (કિ.રૂ.૧૬૦૦૦), સોનાના ચીપ્સવાળા પાટલા (કિ.રૂ.૧૫૦૦૦), ચાંદીના સાંકળા એક જોડી (રૂ.૧૫૦૦) તથા નાના બાળકોની ચાંદીની કડલી,નાનો ઓમકાર તથા સોનાનો નાનો દાણો બધા મળી કિ.રૂ.૫૦૦૦ તથા રોકડ રૂ.૬૫૦૦૦ સહિત મળી કુલ રૂ.૧,૯૨,૫૦૦ની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. હાલમાં પોલીસે ભાસ્કરભાઈ જોશીની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી કલમ.,૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઇ આર.પી.જાડેજા ચલાવી રહયા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..