પ્રશ્નો નહિ ઉકેલાય તો મૌન કાર્યક્રમ અને ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ કરાશે મોરબી : મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નો નહિ ઉકેલાય તો મૌન કાર્યક્રમ અને ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ જેવા આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી, તમામ હેતુઓ સળંગ ગણવા, સાતમા પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચૂકવવા જાહેરાત કરેલ છતાં છેલ્લા ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચૂકવાયેલ નથી, તા.19/01/2021 ના શિક્ષણ વિભાગના ઠરાવમાં બિન શરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાઓ દૂર કરવા, સીપીએફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા સહિતના પ્રશ્નો નિવરવામાં આવે. અગાઉ પણ શિક્ષકોએ આંદોલન કર્યું હતું. જેની સામે સરકારે સમાધાનરૂપે માંગ સ્વીકારી હતી. પણ હજુ સુધી તેની અમલવારી થઈ નથી. જેથી હવે શિક્ષકો દ્વારા પ્રથમ તબક્કામાં આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજા તબક્કામાં બીજા તબક્કામાં શાળા સમય પછી જિલ્લા- તાલુકા મથક તથા શહેર ઘટક સંયુક્ત સંઘોના હોદેદારો, પૂર્વ બોર્ડ સદસ્યો, બોર્ડની ચૂંટણીના ઉમેદવારો, શિક્ષકો પડતર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે મૌન ધારણ કરશે. આમ છતાં ઉકેલ નહિ આવે તો ત્રીજા તબક્કામાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..