જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના મોરબી : મોરબી - માળીયા વિસ્તારના પ્રજાના પ્રશ્નોને લઈ ધારાસભ્ય મેરજાએ અધિકારીઓને આડે હાથ લીધા છે સાથે જ નેશનલ હાઇવે ઉપર ડ્રેનેજ લાઈન પૂરાઇ જતા ભરતનગર અને સાદુળકા સહિતના ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સત્વરે ઉકેલવા અધિકારીઓને દોડતા કર્યા છે. મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશ મેરજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં તેઓએ મોરબી – માળીયા (મીં)ના જુદા – જુદા પ્રશ્નો રજૂ કરેલ હતા. જે પૈકી મોરબી – માળીયા (મી) વાયા દેરાળા બસ, મોરબી – રાસંગપર વાયા પીપળીયા રાત્રિ રોકાણ બસની માંગણી સંતોષવામાં આવી છે. તેમજ મોરબીથી ક્ચ્છમાં જતાં નેશનલ હાઇવે ઉપર ડ્રેનેજ પુરાણ થઈ જતાં ભરતનગર, સાદુળકા સહિતના ગામોની ખેતીની જમીનમાં પાણી પ્રસરે છે તે સમસ્યા દૂર કરવાની રજૂઆત અન્વયે ડેપ્યુટી કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે અને મહેસૂલના અધિકારીઓને સાથે રાખીને આ સમસ્યાનું નિરાકરણ આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં અમરનગરના સરપંચની રજૂઆત મુજબ પણ પાણીનો નિકાલ થાય તે જોવા જણાવ્યુ હતું. મચ્છુ - ૨, મચ્છુ - ૩, મચ્છુ - ૪ ના સીંચાઈના કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જીવાપર ગામે L & T દ્વારા નંખાયેલ પાઇપલાઇનના લીકેજને કારણે ખેડૂતોને થતી નુકશાની અટકાવવા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને તાકીદ કરાયેલ હતી. તેમજ નર્મદાની મોરબી – માળીયા (મીં) ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળના શાખા, પ્રશાખાના અધૂરા કામો તાકીદે પૂર્ણ કરવા અને અમરનગરના ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની આવાસ યોજનાની માંગણી સંદર્ભે વિગતે ચર્ચા કરી હતી. ઉપરોક્ત પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ આવે તે જોવા ધારાસભ્ય દ્વારા ખાસ આગ્રહ સેવ્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..