બાલવાટીકાના નિર્માણમાં અવનવી રાઈડ, બાકડાઓ તેમજ વિવિધ ફુલછોડ સજાવટ માટે રૂ. 6 લાખથી વધુનો ખર્ચ કરાયો મોરબી : મોરબીના વાઘપર ગામે સદગત કિર્તાબેનની યાદમાં એમના પરિવારજનો દ્વારા બાલવાટીકાનું નિર્માણ કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. બાલવાટીકાના નિર્માણમાં અવનવી રાઈડ, બાકડાઓ તેમજ વિવિધ ફુલછોડ સજાવટ માટે રૂ. 6 લાખથી વધુનો ખર્ચ કરાયો છે. આ બાલવાટીકાનું આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કૈલા કિર્તાબેન રજનીભાઈનું આજથી ૩ મહિના પહેલા એટલે કે ૧૨/૪/૨૧ ના રોજ કોરોના મહામારી દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ રજનીભાઇ દ્વારા ગામલોકોને એવો વિચાર કહેવામાં આવ્યો કે આપણે એવું કંઇક સ્વ.કિર્તાબેનની યાદમાં બનાવવું છે.જેની સ્મૃતિ કાયમી જળવાઈ રહે અને સ્વર્ગમાં તેનો આત્મા શાંતિ પામે. આ વિચારની ફળશ્રુતિ રૂપે સૌએ કહ્યું કે પાટીદાર સમાજવાડીના પ્રાંગણમાં એક બાલવાટિકા બનાવીએ તો? એવી વાત રજનીભાઇને જણાવી, જે વાતને વધાવી લેવામાં આવી અને જે પણ ખર્ચ થાય એની ચિંતા કર્યા વગર બાળકોને સારામાં સારી બાલવાટિકા બનાવી આપવાનું નક્કી કર્યું,સત્વરે આ કામ ચાલુ કરવામાં આવ્યું.અને વાઘપર મેનેજમેન્ટ ટીમ દ્વારા જે પણ જરૂરીયાત કહેવામાં આવી તે પુરી કરવામાં આવી.અને વાઘપર ગામના લોકો,પટેલ સમાજવાડીની સમીતી યુવા ટીમ અને ખાસ વાઘપર એજ્યુકેશન ગ્રૂપના મિત્રો સહકાર આપવા હરહંમેશ ખડે પગે રહ્યા. આ બાલવાટિકાની ડિઝાઇન દિલીપ બાવરવા દ્વારા અને વહિવટ,વ્યવસ્થા સંભાળવા માટે ઘણા મિત્રોનો સહયોગ મળ્યો અને તા ૨૦/૭/૨૧ ના રોજ વતન વાઘપર ગામના બાલદેવોને બટુક ભોજન અને રામધૂન (ભુપત મારાજ)ના કાર્યક્રમ સાથે લોકાર્પણ કરવાનો અવસર યોજવામાં આવ્યો હતો. જેમાં અગ્રણી ઉદ્યોગપતિ ડી.સી.પટેલ- જીલોટ ગ્રૂપ, બ્રિજેશ મેરજા - ધારાસભ્ય મોરબી, અજયભાઈ લોરીયા -ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મોરબી, વિનોદભાઈ લોરીયા- ડિરેકટર મોરબી માર્કેટિંગ યાર્ડ, કિરીટભાઈ અંદરપા -પ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, કેશવજીભાઈ કડીવાર-સરપંચ વાઘપર ગ્રામ પંચાયત, સરોજબેન ડાંગરોચા- ચેરમેન મહિલા અને બાળ કલ્યાણ મો.જી.પ., વિપુલભાઈ આઘારા -રાજકોટ વિભાગ સહ કાર્યવાહક આર.એસ.એસ., દિનેશભાઈ વડસોલા-અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો વગેરેની ઉપસ્થિતમાં કિર્તા બાલવાટીકાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બટુક ભોજન તેમજ ગ્રામજનો અને મહેમાનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..