હળવદ, કવાડિયા અને માથકમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અપાઈ હળવદ : હળવદમાં આજે આમ આદમી પાર્ટી આયોજિત જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓ હાજર રહ્યા હતા. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ આજના દિવસે 80 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હાલ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે જન સંવેદના મુલાકાત અંતર્ગત હળવદ તાલુકાના કવાડિયા તેમજ હળવદ શહેર અને માથક ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા, પ્રવિણભાઇ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ખેડૂત અગ્રણી ગોવિંદભાઈ વાલાણી સહિતના હાજર રહી કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે જાહેરસભામાં ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે. ભાજપને જાકારો આપવાનો, ભાજપ સરકારે છેલ્લાં બે વર્ષમાં છ હજારથી વધુ શાળાઓ બંધ કરી દીધી છે. આ સરકારના રાજમાં લોકોને જીવતા જીવ તો બધી કચેરીઓમાં લાંચ આપવી પડે છે. પરંતુ કોરોનાકાળમાં સ્વજનોને સ્મશાને અગ્નિસંસ્કાર આપવા માટે લાંચ દેવી પડી છે. જે લોકો ક્યારેય નહીં ભૂલે. હળવદમાં અમારો કાર્યક્રમ ન યોજાય તે માટે ભાજપના લોકો દ્વારા અમને જે વ્યક્તિ સભા કરવા જગ્યા આપે તો એમને ઉપરાંત મંડપવાળાને, ખુરશીઓ વાળાને, સાઉન્ડ વાળાને દબાવવામાં આવે છે. ભાજપ સરકાર લોકોને રોજીરોટી તો આપી શકતી નથી પરંતુ જે વ્યક્તિ રોજીરોટી કમાઈ છે તેની પણ છીનવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિપુલભાઈ રબારી, હિતેશભાઈ વરમોરા, હિતેષભાઇ મકવાણા, ચંદુભાઈ મોરી, જયપાલસિંહ ઝાલા, જયસુખભાઇ થડોદા, રાજુભાઇ રબારી તેમજ હળવદ આપની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..