અડધાથી પોણા ફૂટ પાણી ભરાતા શાકભાજીના ધંધાર્થીઓ અને વેપારીઓ તેમજ લોકોને પડતી ભારે હાલાકી મોરબી : મોરબીમાં હજુ સામાન્ય વરસાદ જ પડયો છે ત્યારે આવા વરસાદમાં પણ પાણી ભરાવવાની સમસ્યાએ તંત્રની પોલ ખોલી નાખી છે. ગટરના ગંદા પાણીની સમસ્યા માટે સૌથી વધુ પીડિત શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાવવાથી એકદમ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. અડધાથી પોણા ફૂટ પાણી ભરાતા શાકભાજીના ધંધાર્થીઓ અને વેપારીઓ તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોરબીના શાક માર્કેટ વિસ્તાર તેમજ આજુબાજુના લોહાણા પરા વિસ્તાર અને તેની આસપાસ વર્ષોથી ગંદકીએ વર્ચસ્વ જમાવ્યું છે. જે વિસ્તારમાં શાકભાજીનું વેચાણ થતું હોય ત્યાં શુદ્ધતા રહેવી ખૂબ અનિવાર્ય છે અને શુદ્ધતા રાખવાની જવાબદારી તંત્રની સાથે સ્થાનિક ધંધાર્થીઓની પણ છે પણ વર્ષોથી શુદ્ધતાની કોઈ દરકાર રખાતી નથી. એક અહીંની શાક માર્કેટમાં વર્ષોથી ગટર ઉભરાઈ છે. બીજુ કે સડેલા શાકભાજી કે અન્ય વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકવામાં આવતી હોવાથી ગંદકી વધે છે. આટલું ઓછું હોય તેમ વરસાદી વાતાવરણમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. મોરબી શાક માર્કેટમાં ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે. આથી છેલ્લા બે દિવસથી એકદમ ધીમી ધારે પડતા વરસાદથી આ વિસ્તારની હાલત નાજુક થઈ ગઈ છે. શાક માર્કેટમાં અડધો કે પોણા ફૂટ પાણી ભરાયા છે. વર્ષોથી ત્યાં ગંદકી હોવાથી ભરાયેલા વરસાદી પાણી પણ એકદમ ગંદા થઈ ગયા છે. આમ છતાં શાકભાજી લેવા આવતા લોકો તેમજ સ્થાનિક વેપારીઓને આ ગંદા પાણીમાં જ અવર-જવર કરવા મજબૂર બનવું પડે છે ત્યારે તંત્ર હવે વહેલી તકે જાગે તેવી માંગ ઉઠી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..