કોંગ્રેસ અગ્રણીએ હાઇવેના અધૂરા કામને લઈ ઉઠાવ્યા વેધક સવાલ : મુખ્યમંત્રીને રજુઆત મોરબી : મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેનું ફોરલેનનું કામ જલ્દી પૂરું કરવા બાબતે કોંગ્રેસ અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી વેધક સવાલો ઉઠાવી લોકાર્પણના નાટક વચ્ચે હજુ પણ રોડનું કામ અધુરું હોવા ઉપરાંત ઠેર ઠેર ગાબડા પડી ગયા હોય ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેને ફોરલેનમાં ફેરવવા માટે માગણી કરેલ હતી. અને સરકારે આ રોડને ફોરલેનમાં ફેરવવા માટેનો નિર્ણય પણ લીધો અને તેનું કામ પણ ચાલુ કરાવવામાં આવેલ છે. આ રોડનું ૨૦૧૭ની ચુંટણી પહેલા લોકાર્પણ પણ કરી દેવામાં આવેલ છે. ત્યારે રોડનું ઘણું કામ બાકી હતું. પરંતુ આજે વર્ષ ૨૦૨૧માં પણ હજુ આ રોડ પરના ઓવેરબ્રીજના કામો પૂર્ણ થયેલ નથી. આ રોડના ઓવરબ્રીજનું કામ ખુબ જ ધીમું એટલે કે ગોકળ ગાયની ગતિ કરતા પણ ધીમું ચાલે છે. અને જેના કારણે ખુબ જ ટ્રાફિક પણ થાય છે. લોકો હેરાન પણ થાય છે. અને લોકોના વાહનોમાં પણ નુકશાની થાય છે. અને આ નવા રોડમાં ભ્રષ્ટાચારની કૃપાથી વગર વરસાદે ગાબડા પડવાના પણ ચાલુ થયેલ છે. તો શું આ કામનું બીજી વારનું લોકાર્પણ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણી વખતે કરવાનું છે? શું આ કામો ચુંટણી પ્રચાર માટે જ ધીમી ગતિ એ ચાલુ રાખવામાં આવે છે. સરકાર માં દરેક કામો ની સમય મર્યાદા નક્કી હોય છે. તો શું ૨૦૧૭માં શરુ થયેલ કામની સમય મર્યાદા હજુ પણ પૂર્ણ નથી થઇ? અને જો સમય મર્યાદા પૂર્ણ નથી થઇ કામ પૂર્ણ નથી થયું તો જે લોકાપર્ણ કર્યું તે એક નાટક જ હતું. તો આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા યોગ્ય પગલાં લેવા વિનંતી કરાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..