નેશનલ હાઇવે ઉપર બનતા બ્રિજમાં આડેધડ કોલમ ખડકી દેવાતા વરસાદી પાણીનો નિકાલ અટક્યો સર્વિસ રોડ ઉપર પાણી ભરાવવાથી વાહનચાલકો હેરાન-પરેશાન મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ પાસેના સર્વિસ રોડ ઉપર આજે સામાન્ય વરસાદમાં પણ ભયંકર હદે પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાવવાથી વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામ થવાથી હાઇવે ઉપર દોઢથી બે કિમિના અંતર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. એક જાગૃત નાગરિકે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, આજે સામાન્ય વરસાદ પડ્યો હોવા છતાં આટલા વરસાદમાં મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડની ધોર દુર્દશા થઈ ગઈ હતી. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીકનો સર્વિસ રોડ આજે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એ હદે પાણી ભરાયા હતા અને વાહન પણ નીકળી ન શકે તે હદે પાણી ભરાતા વાહનચાલકોને આ સર્વિસ રોડ ઉપર નીકળવામાં નાકે દમ આવી ગયો હતો. સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને હાઇવે ઉપર દોઢથી બે કિમિના અંતર સુધી વાહનોનો થપ્પા લાગ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે હાઇવે ઉપર બ્રિજ બનાવવામાં નીતિ નિયમોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. જેમાં ગટરમાં જ્યાં પાણીનો નિકાલ છે. તેની ઉપર જ કોલમ ખડકી દીધા છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે અને આટલા વરસાદમાં પણ પાણી ભરાત વાહનચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..