ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા મુખ્યમંત્રીને આવેદન માળીયા (મી.) : કોરોના મહામારીને કારણે સરકારી હોસ્પિટલોની અનેક ત્રુટીઓ સામે આવી છે ત્યારે મોરબી જિલ્લાના છેવાડાના અને પછાત ગણાતા માળિયા મિયાણા ખાતે આવેલી રેફરલ હૉસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા ઓક્સીજન પ્લાન્ટ, એમ્બ્યુલન્સ અને વોર્ડ વધારવા સહિતની બાબતે ગુજરાત મિયાણા સમાજ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું કે, માળિયામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ જગ્યા ઉપલબ્ધ છે ત્યારે કોરોના મહામારીની સ્થિતિ જોતા ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત કરી વધુમાં વધુ દર્દીઓને સારવાર મળે તે માટે બેડની સગવડ વધારવામાં આવે ઉપરાંત હાલમાં એમ્બ્યુલન્સ બંધ હોય નવી એમ્બ્યુલન્સ ફાળવવા માંગ કરવામાં આવી હતી. આ રજુઆત સમયે ઇસ્માઇલભાઈ હબીબભાઈ સમાણી, આમીનભાઈ અબ્દુલભાઇ ભટ્ટી, અવેશભાઈ જેડા અને અબ્બાસભાઈ અબ્દુલભાઇ જામ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..