વરસાદી પાણીનો નિકાલ, રસ્તાઓ, ડ્રેનેજ અને લાઈટો સહિતના પ્રશ્નો ટૂંક સમયમાં જ ઉકેલાઈ જવાનું જણાવતા પાલિકા પ્રમુખ મોરબી : મોરબીની વાવડી રોડ ઉપર આવેલી સાધુ વાસવાણી સિંધી સોસાયટીના પીવાના પાણી, રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમારને તેમજ સિંધી સમાજના અગ્રણી અર્જુનભાઈ અને રાજુભાઇને સાથે રાખીને મુલાકાત લીધી હતી. આ સાધુ વાસવાણી સિંધી સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી અગાઉ રૂ. ૩ લાખ ફાળવેલ હતા. તેનું ટેન્ડર બહાર પડી ગયેલ હોય વરસાદી પાણીના નિકાલની સમસ્યા દૂર થશે. તદુપરાંત આ સોસાયટીના રસ્તાઓ પણ નગરપાલિકાએ મંજૂર કર્યા હોવાનું તેમજ ડ્રેનેજ અને લાઇટનો પ્રશ્ન પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે એમ પ્રમુખ કે.કે. પરમારે સ્થળ ઉપર જ જણાવેલું. સાધુ વાસવાણી સિંધી સોસાયટીના રસ્તાના કામોને તાંત્રિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સિંધી સમાજના આગેવાનો જ્યોતિરામ ટેકચંદ, ભગવાનજીભાઇ દામાણી, ગોવિંદભાઇ મેવાણી અને જવાહરભાઈ મેઘરાજમલ વિગેરેની ઉપસ્થિતિમાં આ પ્રશ્નો ઉકેલવા જાતે સ્થળ ઉપર જઈને કામનો નિકાલ આવે તેમ કર્યું હતું. જિલ્લા કિશાન મોરચાના અગ્રણી વસંતભાઈ કંઝારીયા આ તકે સાથે રહ્યા હતા. આ ઉપરાંત વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીનો પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. CA એસો. પ્રમુખના જન્મદિને આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા બ્રિજેશ મેરજા મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ સીતાપરાના ૫૦ માં જન્મદિન નિમિતે સંસ્કાર બ્લડ બેન્ક ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પની મોરબી- માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લઈ રક્તદાન કરનાર યુવકોને પ્રોત્સાહન પૂરું પાડયુ હતું. સાથોસાથ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખશ્રીએ પોતાનો જન્મદિવસ આવા માનવતાવાદી કાર્ય દ્વારા અનેરી રીતે ઉજવીને પ્રેરણાદાયી પગલું ભરેલ છે તે બદલ વિજયભાઈ સીતાપરાને ધારાસભ્યએ ખાસ અભિનંદન આપી ઉપસ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના આ સ્તુતિય પ્રયાસને બિરદાવ્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..