પ્રોફેસર દ્વારા પર્યાવરણ જતન માટે કોલેજને રૂ. 2.51 લાખ દાન મોરબી : મોરબીમાં એલ. ઈ. કોલેજ દ્વારા બોયઝ હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે કોલેજના પ્રોફેસરે પર્યાવરણ જતન માટે કોલેજને રૂ. 2.51 લાખ દાનમાં આપ્યા હતા. મોરબીમાં એલ. ઈ. કોલેજ દ્વારા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વાઇઝ ચાન્સલેસરના આદેશ અને પરિપત્ર અન્વયે ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત ગત તા. 17ના રોજ બોયઝ હોસ્ટેલ ખાતે આચાર્ય ડો. એસ. એમ. પંડ્યાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આશરે 60 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર કે. એફ. ભેરારીયાના પરિવાર તરફથી કોલેજના કેમ્પસમાં પર્યાવરણ સુધારણા માટે રૂ બે લાખ એકાવન હજારની સહાયની જાહેરાત કરી ચેક આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજના દરેક વિભાગના વડાઓ, કોલેજ સ્ટાફ તથા આમંત્રિતો જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને વૃક્ષારોપણની કામગીરી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રોફેસર કે. એફ. ભેરારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..