તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ. ૨૫૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે મોરબી : સરકારના બાગાયત ખાતા દ્વારા બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળો જેવા કે જામ, જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ. ૨૫૦ સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા. ૩૧-૦૧-૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. આ અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબરઃ-૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..