ભારત વિકાસ પરિષદ દ્વારા મોરબીના નાની વાવડી ગામે સેવા પ્રકલ્પોનું આયોજન મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સદગતની પુણ્યતિથિ પ્રસંગે શાળા ખાતે વૃક્ષારોપણ તથા સ્ટેજનું લોકાર્પણ કરાયું હતું. ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે સેવા પ્રકલ્પોનું નાની વાવડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા શાળામાં બનાવવામાં આવેલ સ્ટેજ (મંચ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ સ્વ. નીરવભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. ઉપસ્થિત મહેમાનોને પુસ્તક તથા દાતા પરિવારને મોમેન્ટો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ દ્વિવિધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયા, તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલા, બી આર.સી. કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, SSA ટીચર ટ્રેનર પ્રવિણભાઈ ભોરણિયા, સી.આર.સી. કોર્ડીનેટર રમેશભાઈ કાલરીયા, નાની વાવડી ગામના સરપંચ જયંતિભાઈ એમ. પડસુંબિયા, રાજેશભાઈ ઘોડાસરા તથા મોરબી જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ, HTAT મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ મારવાણીયા તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો. જયેશભાઈ પનારા, શાખા સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, ઉપપ્રમુખ ડો, મનુભાઈ કૈલા, હરેશભાઈ બોપલિયા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, મોરબી વોર્ડ નંબર -9ના કાઉન્સિલર જયંતીભાઈ વિડજા, મગનભાઈ અઘરા, હરદેવભાઈ ડાંગર, રમેશભાઈ છૈયા, પ્રજ્ઞાબેન જેઠલોજા તથા હરેશભાઈ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..