મોરબી : મોરબી CA એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ સીતાપરાના જન્મદિને મોરબી CPE ચેપટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ સીતાપરાના 50માં જન્મદિન નિમિતે સંસ્કાર બ્લડ બેન્ક ખાતે યોજાયેલ હતો. મોરબી CPE ચેપટર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 55 બોટલ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરિયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ICAI દિલ્હી સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA અનિકેત તલાટી તથા રિજિયોનલ કાઉન્સિલ મેમ્બર CA હિતેશભાઈ પોમલ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં મોરબી – માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લઈ રક્તદાન કરનાર યુવકોને પ્રોત્સાહન પૂરું પાડયુ હતું. સાથોસાથ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખે પોતાનો જન્મદિવસ આવા માનવતાવાદી કાર્ય દ્વારા અનેરી રીતે ઉજવીને પ્રેરણાદાયી પગલું ભરેલ છે તે બદલ વિજયભાઈ સીતાપરાને ધારાસભ્યે ખાસ અભિનંદન આપી ઉપસ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના આ સ્તુતિય પ્રયાસને બિરદાવ્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..