કુબેર સીનેમાથી શોભેશ્વર મંદિર સુધી કેબલ નાખી લાઈટો ચાલુ કરવા સામાજિક કાર્યકરોની માંગ મોરબી : મોરબીના હેરિટેજ માર્ગ ગણાતા મોરબીના મયુર પુલના છેડે શહેર તરફ આવેલા મણીમંદિર રોડ ઉપરની ગ્રીન લાઈટો બંધ હાલતમાં હોય આગામી તહેવારો પહેલા આ લાઈટો ચાલુ કરવાની સામાજિક કાર્યકરોએ માંગ કરી છે. સાથેસાથે કુબેર સીનેમાંથી શોભેશ્વર મંદિર સુધી કેબલ બળી ગયો હોય સત્વરે શ્રાવણ માસ પહેલા લાઈટો નાખવાની માંગ કરાઈ છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જનક દવે, અશોકભાઈ ખરચરીયા, જીજ્ઞેશભાઈ પંડ્યાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકા દ્વારા હેરિટેજ ગણાતા ગેસ્ટ હાઉસ રોડ શક્તિ ચોકથી વીસી ફાટક, શંકર આશ્રમ અને મણીમંદિર થઈ પુલના છેડા સુધીના રોડ ઉપર અગાઉ ગ્રીન લાઈટો નાખવામાં આવી હતી. પરંતુ આ રોડ ઉપર સળંગ 60 જેટલી લાઈટો હાલ બંધ હાલતમાં છે. આ લાઈટો બંધ હોવાથી શોભના ગાંઠિયા સમાન બની ગઈ છે. જેમાં અમુક વાયરો.લીક હોવાને કારણે હાલ ચોમાસામાં શોર્ટ સર્કિટ થવાની ભીતિ રહે છે. બીજી બાજુ હમણાં તહેવારો નજીક આવતા હોવાથી આ માર્ગની રોનક વધારવા માટે લાઈટો પુનઃ ચાલુ કરવાની માંગ કરી છે. તેમજ સામાકાંઠે કુબેર સીનેમાથી શોભેશ્વર મંદિર સુધી કેબલ બળી ગયો હોય આગામી શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે લાઈટો ચાલુ કરવા માંગ કરાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..