છેલ્લી ઘડીએ સ્થળમાં ફેરફાર, શરણેશ્વર મહાદેવ મંદિરના બદલે શિવાલીક સોસાયટીમાં આયોજન હળવદ : આમ આદમી પાર્ટી દ્વારા હાલ જનસંવેદના યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રમાં નીકાળવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે તારીખ 20ના રોજ હળવદની મુલાકાતે આવનાર હોય. જેની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે હળવદમાં આવતીકાલે એટલે કે તારીખ 20ના રોજ 9:30 કલાકે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા આવી પહોંચશે. જેમાં સવારે કવાડિયા ગામે કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેઓના પરિવારજનોને પ્રદેશના નેતાઓ મળશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે હળવદ શહેરમાં આવેલ નાલંદા સ્કૂલની બાજુમાં શિવાલિક સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ બપોરે ૧૨ વાગ્યે માથક ગામે આપના નેતા મુલાકાત લેશે. વધુમાં માહિતી આપતા હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારીએ જણાવ્યું હતું કે હળવદમાં આવનાર જનસંવેદના યાત્રામાં ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલીયા, મહેશભાઈ સવાણી, પ્રવીણભાઈ રામ, વિજયભાઈ સુવાળા, અજીતભાઈ લોખીલ, મનોજભાઈ સોરઠીયા સહિતના નેતાઓ હાજર રહેશે. જો કે, જનસંવેદના યાત્રા કવાડીયા ગામથી વેગડવાવ ગામે પણ જવાની હતી પરંતુ વેગડવાવ ગામને યાત્રામાંથી બાકાત કરવામાં આવ્યું છે. જ્યારે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આપના નેતાઓના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ મંદિરના ટ્રસ્ટીઓએ જગ્યા આપવાનીના પાડી દેતા શરણેશ્વર મંદિરની જગ્યાએ શિવાલીક સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે. દરમિયાન આવતીકાલે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા હળવદના કવાડિયા ગામથી શરૂ થવાની છે. ત્યારે કવાડિયા ગામના પાટિયા નજીક રોડ પર હળવદ આપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશના નેતાઓને આવકારવા માટે લગાવવામાં આવેલા ઝંડીઓ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કાઢી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..