વાવડી ચોકડીથી પંચાસર ચોકડી વચ્ચેની ઘટના : કારચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડીથી વાવડી ચોકડી વચ્ચે કાર ચાલકે મોટર સાઈકલને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં બાઇકચાલકનું મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ પંચાસર ચોકડીથી વાવડી ચોકડી વચ્ચે ક્રિષ્ના હોલ સામે મારૂતી ફન્ટી કાર નં. જી.જે.૦૩.ડીડી.૩૩૩૪ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી માણસોની ઝીદંગી જોખમાય તેમ ચલાવી મોટર સાયકલ લઈને જઈ રહેલા તૌફીકભાઇને હડફેટે લઇ જમણા પગે તથા ડોકના ભાગે ગંભીર ઇજાઓ કરી કરી મોત નીપજાવી નાશી છૂટ્યો હતો. આ ઘટના અંગે મૃતક તૌફિકભાઈના ભાઈ શબીરભાઇ યુસુફભાઇ ઠેબાએ મારુતિ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર નંબરના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..